જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે,
એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે.
હાહાકાર મચી જાશે હું એક્કે અક્ષર બોલીશ તો,
મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે.
વર્ષો પહેલાં છાનામાના રિવાજનો પાટો બાંધીને,
મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે.
— અનિલ ચાવડા
.