ઘણી વેળા હું પોતાને જ આ રીતે દઝાડું છું!
મને જોનારને લાગે કે હું પોતે જ ધાડું છું!
કહો ઉઘરાણીવાળાને કે હું પોતે જ ભાડું છું!
તમે સૌ મારી હિંમત તો જુઓ હું હાય પાડું છું!
હું ‘ઊંઘી જાવ ઊંઘી જાવ‘ બોલીને ઊઠાડું છું!
ગળા સુધી ધરાયેલાની થાળીનો હું લાડું છું!
કયા મોઢે કહું કે ચિત્ર હું જાતે બગાડું છું!
હું આત્માનાં બધાં પડ તો ઉખાડીને બતાડું છું!