એક દિવસ મેં કોશિશ કરી જોઈ
તારા વિના જીવવાની
તને ફોન નહિ કરવાનો
મેસેજ નહિ કરવાનો
તને યાદ નહિ કરવાનો
તારી રાહ નહિ જોવાની
પાણીમાં રહીને તરફડતી માછલી અને મારામાં
કોઈજ ફર્ક રહ્યો નહિ
હવે હું કોશિશ કરી રહી છું
તારી સાથે તારા નિયમોથી જીવવાની
હવે એકવેરિયમની માછલી અને મારા વચ્ચે
કોઈ ફર્ક રહ્યો નથી
~ એષા દાદાવાળા