“મૂર્ખ છું”એવું કપાળે જો તને વંચાય તો
માનજે કે વાંચવામાં તેં કરી કોઇ ભૂલ છે .
હું અનુકૂળ થાઉં સહુને એવી છે આદત છતાં
ના સમજતો , જે કરે તું એ બધું કબૂલ છે.
મૌનને તું માનજે ના, તારી સહુએ હા માં હા
કેળવ્યું છે વાણી ને વહેવારમાં સૌજન્ય આ
જેમ ફાવે તેમ બોલું, જીભ તો મારેય છે
કિન્તુ મારે મન આ મારા શબ્દનું કૈં મૂલ છે.
સ્વાર્થ ને સિદ્ધાન્તની રાશિ જુવો તો એક છે
કુંભમાં છે બેઉ પણ એ સાવ જૂદાં છેક છે
માનવીનું મન સહુને સ્હેજમાં સમજાય ના
છે ઘણું ઊંડું અને એ કેટલું સંકૂલ છે !
તુષાર શુક્લ