ઘટ માં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ,
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે,
વિશ્વભરના યુવાનોની આંખો અડે,
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરૂડ શી પાંખ આતમ વિશે ઉઘડે,
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે,
રોકણહારું કોણ છે? કોના નેન રડે?………
– ઝવેરચંદ મેઘાણી