અંધકાર પર પ્રકાશનો વિજય
અન્યાય પર ન્યાયની જીત
એવા ગંભીર વાક્યોમાં અટવાયા વગર ,
તળેલું કે ગળ્યું ખવાય નહીં,
એવી વાતમાં અટવાશો નહીં.
કદીય પૂરી ન થાય એવી શુભેચ્છા
ગુજરાતી, હિંદી, સંસ્કૃત કે અંગ્રેજીમાં
આપવાને બદલે
સીધું સાદું આટલું કરો –
મિઠાઇ જમાવો, ફટાકડા ફોડો, તોરણ બાંધો,
ઘરમાં સોફા , પલંગ પર ચાદર બદલો ,
ટેબલક્લોથ બદલો,
રંગોળી પૂરો,
ઘેર આવે એને આનંદથી આવકારો,
મોં મીઠું કરાવો,
વડિલને વંદન કરો પણ
ભાઇબંધને ખભે ધબ્બો મારો, ભેટો
અને અજાણ્યા લાગો એમ બોલવાને બદલે
જેમ કાયમ બોલાવતા હો એમ બોલાવો,
કામ કરનારાને બોણી આપો,
બીજાને ફોન ફટકારો,
સરસ નવા નવા કપડા પ્હેરીને ફરવા જાવ…
થોડા ખેંચાઇનેય જલસા કરો , યાર.
કશું formally forward કરશો
તો scroll માં જશો
એના કરતાં જેવા છો એમ રહો , Be yourself,
બંને પક્ષે સારું લાગશે.
– તુષાર શુક્લ