તે દિવસે કહેવાયું નહીં
કે પપ્પા, આઇ લવ યુ.
વ્યસ્ત રહ્યો , હું મસ્ત રહ્યો
હવે આજે કહું છું હું
પપ્પા, આઇ લવ યુ.
તમે દોડ્યા પછી હુંય તે દોડ્યો
થાકી અટક્યા તમે
મનમાં એમ વિચાર્યું’તું
પછી વાતો કરશું અમે
પગ વાળી હવે બેઠો છું પણ
એનો અર્થ છે શું ?
સમય હોય ત્યારે કહી દેવાનું
પપ્પા, આઇ લવ યુ.
ઘરનો ખાલી ખૂણો
ભીંતે હસતા તમે
પહેલીવારે મમ્મી સાથે
ઝૂલતા જોયા અમે
પૂછ્યું તમે, કેમ આંખ છે ભીની ?
ઢીલો લાગે તું
અજપાજપ ચાલે છે મનમાં
પપ્પા, આઇ લવ યુ
પપ્પા, આઇ લવ યુ
પપ્પા, આઇ લવ યુ.
– તુષાર શુક્લ