છે આ મારી લાગણી કે I love you
નથી એ મારી માગણી કે Do you love me ?
ચાહવાનું હોય એમાં પૂછવાનું ન્હોય ,
નહીં મુકવાની કોઇ શરત
સોદાઓ શરતી કૈં પ્રેમમાં ન્હોય ,
એમાં કહી દેવાનું હોય છે તરત.
પ્રેમ તો મીઠી છે રાગિણી કે I love you
નથી એ મારી કોઇ માગણી કે Do you love me ?
ઝાકળ કૈં ફૂલોને પૂછે નહીં કે
તને વરસીને ભીંજવું કે કેમ ?
કીધેલું કવિએ એ આવ્યું ને યાદ ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ .
પ્રેમ તો રુતુ છે ફાગણી કે I love you .
નથી એ મારી કોઇ માગણી કે Do you love me ?
– તુષાર શુક્લ