લાભ પંચમીની છઠ થાયે,બાકી તો બધું એનું એ.
તાજાં કેવળ કોફી,છાપુ બાકી તો બધું એનું એ
મઠિયા કચોરી કાજૂ કતરી
બે દા’ડા પીરસાશે હજી
વધ્યું છે એ પૂરું કરવાનું બાકી તો બધું એનું એ
દીવો બળતું દેખાતું એ
મામાનું ઘર જાવ ભૂલી
તાલ સે શુરુ ફિર જૈસે થે બાકી તો બધું એનું એ
“ નવું વરસ “ તો “ નવું “ લાગશે
થોડું જો બદલાશો આપ
બાકી કોરસમાં જોડાજોઃ બાકી તો બધું એનું એ
– તુષાર શુક્લ