પ્રેમમાં હારેલી હુંય બાજી છું,
ને છતાં ઇશ્ક મિજાજી છું,
ભીંની આ આંખમાં છે અશ્રુ,
આંખમાં યાદ હુંય તાજી છું,
યાદ મારી હવે ભૂલશે કેમ તું?
મૂર્તિ દિલમાં બનીને બિરાજી છું,
કૈ બધુંયે બધાને મળ્યું ક્યાં કદી?
જેટલું મેળવ્યુંને એમાં રાજી છું
કોણ પાછું મને કરશે યાદ કૈ?
એ વીતેલો વખત યાદ માજી છું,
હિંમતસિંહ ઝાલા