એને રાજી કરવાં સ્હેલ,
રાજી રાખવાં મહામુશ્કેલ.
સાવ સમીપે સતત રહેવું,
છે નકરા ખાંડાંના ખેલ.
સામા પૂરે પડતું મેલ્યું,
ધાર ન જોઇ, ન જોયું તેલ.
પળમાં સન્મુખ થઇ જવાનાં ,
ગમે તેટલાં આઘાં ઠેલ.
મૂલ કરે તો યે મનમન્યું,
ને મનમાન્યા પાડે પ્હેલ.
– રાજેન્દ્ર શુકલ