તું એક ગુલાબી સપનું છે.
હું એક મજાની નીંદર છું.
ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.
છું શાંત ને ગંભીર ભલે,
શરમાળ છે મારા નીર ભલે.
ઓ પૂનમ ઘુંઘટ ખોલ જરા,
હું એ જ છલકાતો સાગર છું.
તું પ્રશ્ન છે મારી પ્રીતિનો,
હું તારા રુપનો ઉતર છું.
~ શેખાદમ આબુવાલા