એક હઝલ
અમારી જીભને કોની હવા લાગી.
ગમે તે વાતમાં એ બોલવા લાગી.
હજી એ ખીચડી કાલે જ શીખી ‘ને.
રસોઈયાની ભૂલો કાઢવા લાગી.
હું જેની આંખનાં ઇશારે મોહ્યો’તો.
એ પરણ્યાં બાદ ડોળા કાઢવા લાગી.
નફા વિનાનો ધંધો એટલે કવિતા.
ઉપરથી એમાં પણ ચોરી થવા લાગી.
મને લાગ્યું, ઉભાં થઈ માન આપે છે.
પછી સમજ્યો કે પબ્લિક ભાગવા લાગી.
રમેશ રતિલાલ “ખામોશ”