કરવી હતી ફરીયાદ મારે
અટકી જવું પડ્યું એ વિચારે
એ પારકો ગણીને અવગણે
કે રાવ એમનું દુઃખ વધારે
શિર બોજ હોય જેને લાગણીનો
ના ભાર દુઃખ તણો થાય ભારે
ઝાકળ ઠરી હતી એક રાત માટે
છે ઘાસ પ્રેમ પરવશ સવારે
તું કેટલા ફૂલ ફરી હતી તિતલી?
રંગી હશે તને ફૂલ હજારે !
આકાશમાં હવે ચાંદ ક્યાં છે?
લાવ્યા ઘરે ગગનથી અમારે
તસ્વીર કામ આવી વિરહમાં
મળતા હતા ચહેરા બજારે
ગિરીશ જોશી