આવ, પગલાં પાડીએ!
સાવ સૂની શેરીઓમાં આવ, પગલાં પાડીએ!
હાથમાં લઈ હાથ’ને બસ પ્રેમથી પંપાળીએ!
એક – બે કોશોમાં વસતાં કેટલાં નગરો અહીં,
વ્હાલને વાદળ ગણીને આભ લગ વિસ્તારીએ!
આંગણામાં એક નાનો છોડવો ઊગ્યો ભલે,
એ સુગંધી છોડવાને હુંફથી સંવારીએ!
દંભના બુરખાઓ પહેરી આ રમકડાં કૂદતાં,
પ્રેમ કરુણા જ્યોતથી બસ એમને અજવાળીએ!
જુઠના ઢગલા પડ્યા છે ચોકે – ચૌટે – શેરીએ,
એ જ ઢગલામાંથી સાચા હિરલાઓ શોધીએ .!
ચાંદની જેવી રીતે અજવાળતી હર પંથને,
જિંદગીને પણ ધવલ જ્યોતે હવે શણગારીએ!
પ્રેમના પર્યાયરૂપે કેટલા પુષ્પો મળ્યા ,
માત્ર રાધે – કૃષ્ણની ફોરમ હૃદયમાં રાખીએ .!
—– હર્ષિદા દીપક