આ કોણ છે જે ખળભળ ખળભળ કરે છે
સપનાંમાં પણ મારી સાથે બડબડ કરે છે
મારાં અસ્તિત્વ સાથે સરિયામ ને નિઃસંકોચ
જાહેરમાં ને એકાંતે ચઢભઢ ચઢભઢ કરે છે
દ્વાર તુજ આગમનનો વાંસી દીધો છે નસીબે
તો પછી શાનો હવે ઈ કિચૂંડ કિચૂંડ કરે છે
તારી સ્મૃતિઓ તો કેદ કરી સાતમાં પાતાળે
આ માંહ્યલો શા માટે એને અડ અડ કરે છે
ભુવા,ભારાડી, બાવાઓથી ય ના ભાગી તું
તારું આ મેલું નડતર મને નડ નડ કરે છે
મૂકી તો હસતાં આવ્યો તને હું જ તુજ ગૃહે
આ દિલડું તે દિ નું રોજ મને વઢ વઢ કરે છે
ગુમાવી તને પછી નસીબનાં કલ્પવૃક્ષ નકામાં
તો ય શાને સુખનાં ફળો સતત પડ પડ કરે છે
-મિત્તલ ખેતાણી