સહકારે જીવાય
વિના કષ્ટ જીવાય.
હોય સંગાથ સૌનો
પંથ પળમાં કપાય.
સાવચેતી રાખીને
સલામત રહેવાય.
સમાધાન પામવા
ખુદમાં જ ઉતરાય.
હોય ભારી કસોટી
ધૈર્ય આ હૈયે ધરાય.
હોય જો પવિત્રતા પૂરી
આ ઘર મંદિર ગણાય.
ને લાગે એકલતા ભારી
ત્યારે અંતરે ઇશ શોધાય.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”