એક-બે હુસ્નપરીઓને જોઈ આવ્યો છું,
એને જોવાની ખુશીઓને જોઈ આવ્યો છું !
આવતો જાય સમય એને જોઉં છું હમણાં,
જેમ વીતેલી સદીઓને જોઈ આવ્યો છું !
જાઉં ફુલોની નજીક તો એ દે છે જાકારો,
એમ કે’છે કે કળીઓને જોઈ આવ્યો છું !
એણે દેખાડવી’તી એકબાજુ એની પણ,
ખામીઓ સાથે ખૂબીઓને જોઈ આવ્યો છું !
કાલ મુશાયરામાં બેઠો ખૂબ મોડે લગ,
એક બે સારા કવિઓને જોઈ આવ્યો છું !
– ભરત વિંઝુડા