સમય નથી થયો વધારે,
પણ એક સવાલ થાય છે,
શું આ એ જ વ્યક્તિ છે,
જેને પ્રીતમ કહેવાય છે…
શરૂઆતમાં મીઠા પ્રેમકથનો,
મોઢેથી નીકળ્યે જ જાય છે.
પણ થોડો જ સમય થાય છે,
ને પછી આરામથી રહેવાય છે.
શરીર સુખની ઊંઘતી ચાહમાં,
બસ ‘હા માં હા’ મેળવાય છે.
પછી પ્રીતમ શરીરથી કંટાળે છે,
ને નવું યુવા શરીર શોધાય છે.
જૂઠાણાનો સહારો લઈને ,
પછી ગાડી ગબડાવાય છે ,
બંને જાણતા જ હોય છે,
ને બાળકો માટે જીવાય છે.
એમની તો આ જ હાલત,
એમ દીકરાને શીખવાડાય છે.
દીકરી પણ માની જાય છે,
ને પુરુષના વાયરા વાય છે.
તારે કોઇનો સહારો જોઈશે ,
આવું જ કેમ સમજાવાય છે?
બસ ઘરકામ શીખવાડાય છે,
ને અંતિમ લક્ષ લગ્ન દેખાય છે.
જુડો કરાટેથી સ્વરક્ષા કેમ નહીં,
એમ આ પ્રીતને વિચાર થાય છે,
દુઃખ વેઠી બાળક જન્માવાય છે,
ને પછી આટલું કેમ બીવાય છે.
ઉઠો જાગો જિંદગી ને ઓળખો,
આમ જ સમય વીતી જાય છે,
સપનાઓ જોવા પણ હક્ક છે,
તેને પૂરા કરવા પણ જીવાય છે.
પ્રીત લીલા ડાબર
Vibrant writer
દાહોદ ગુજરાત