પથ્થર માંથી પાણી કાઢું એવો હું ગુજરાતી છું ,
56 ગજની છાતી વાળો છેલો હું ગુજરાતી છું
નરબંકાને હાંકી કાઢું
દલડું તોયે રાખું ટાઢું
મુછાળા ને ભારે પડતો ઘેલો હું ગુજરાતી છું ….
56 ગજની છાતી વાળો છેલો હું ગુજરાતી છું
દુનિયા પર હું રાજ કરું ને ,
હું ગુજરાતી બધે ફરું ને ,
આબાદીનો વાવું વેલો એવો હું ગુજરાતી છું ….
56 ગજની છાતી વાળો છેલો હું ગુજરાતી છું …
ભોળો અહીંયાથી ન ખસતો,
રામ-શ્યામમાં આવી વસતો ,
અગણિત નામે રૂપ ધરેલો એવો હું ગુજરાતી છું ….
56 ગજની છાતી વાળો છેલો હું ગુજરાતી છું …..
નર હો કે નારીના દલડાં ,
પ્રેમ ભરેલા સૌના પલડાં ,
વ્હાલ વાવીને નિત હરખેલો એવો હું ગુજરાતી છું….
56 ગજની છાતી વાળો છેલો હું ગુજરાતી છું……
~ હર્ષિદા દીપક