કટારીની તીણી- તીણી ધાર જેવા
તમારા નયન છે ગુનેગાર જેવા
દવા દિલ સુધી નહિ પહોંચી શકે તું
જખમ ત્યાં ઊભા છે સૂબેદાર જેવા
મુલાકાત ઉત્સવ બનીને રહી જાય
ઘણાં લોક છે વાર -તહેવાર જેવા
સીધી વાત પણ ફેરવીને કરે છે
મળ્યાં છે મને મિત્ર અખબાર જેવા
જખમ, વેદના, આંસુ ક્યાં પારકા છે
ગણું છું હું એને ય પરિવાર જેવા
ઉઠાવી બીજાની ગઝલમાંથી “સાગર”
શબદ વાપરો ના વ્યભિચાર જેવા
રાકેશ સગર