કપટ કે છળ કરી નાખો તમે, એ છળ અમે છીએ
વિજયમાં સારથી, ને પાર્થની આગળ અમે છીએ.
સુદામા આંગણે આવે ગરીબીમાં, અને જૂઓ,
ભરથરી પિંગળા છોડી શકે,એ ફળ અમે છીએ.
ઘવાયા કે કપાયા હો છતાં, લડતા રહો ત્યારે,
તમારા પાળિયા પૂંજાય છે, એ બળ અમે છીએ.
કરી નાખો દફન ઇચ્છા તમારી, કોઇ દીવાલે,
છતાં બોલ્યા કરે છે એ છબી પાછળ અમે છીએ.
તમે માખણ લગાડીને મને ચાટી શકો છો, કે
બનાવી દ્યો મને કડવો, છતાં ઝળહળ અમે છીએ
– ડો પિનાકીન પંડ્યા