કાચી પાકી કલમ ચલાવી રહ્યો છું,
ગઝલ ની ગરિમા શીખી રહ્યો છું.
કાગળ પર કલમ ઘસી રહ્યો છું,
શાહી ને કાગળ માં ઉતારી રહ્યો છું.
કલમ થી શબ્દો લખી રહ્યો છું,
એમજ કંઇ માપી રહ્યો છું.
કલમ ને ખાલી કરી રહ્યો છું,
કાગલ ને ભરી રહ્યો છું.
કલમ પણ ધારદાર કરી રહ્યો છું,
કલમ ને કટાર બનાવી રહ્યો છું.
કલમ થી શબ્દો ચિતરી રહ્યો છું,
ગઝલ શાયરી છાપી રહ્યો છું.
કલમ ને હાથમાં પકડી રહ્યો છું,
છેલ્લી હરોળમાં ‘ગીરીશ’ ટાંકી રહ્યો છું.
✍ગીરીશ મકવાણા