કામ ખૂબ કઠિન છે, તો પણ કરીશ,
પ્રશ્નોને ધ્યાને ધરી, જવાબો કરીશ,
ચલિત ન થવાય આ દિવ્ય કર્મથી,
એ બાબતની હું જાળવણી કરીશ..
જો બનાય દીપક, તો દીપક બનીશ,
પ્રેમનું તેલ, ને શરીરથી વાટ બનીશ,
ભૂલથી પણ ચિનગારી નથી બનવું,
જિંદગી અજવાળતો દીપક બનીશ.
કોઈની જિંદગીનું અજવાળું થઇશ,
કોઈની ચેતનાનો સરવાળો થઈશ,
આનંદિત થઈને , આનંદ વહેંચીશ,
વિચારોના દરિયાનો મરજીવો થઈશ.
પ્રીત લીલા ડાબર