કેટલા બેધડક અરીસા છે !
આપણી ચોતરફ અરીસા છે !
સાવ સીધા – સપાટ લાગે તે
બીજી બાજુ બરડ અરીસા છે !
એકમાંથી અનેક બનવાની
એક સાદી રમત અરીસા છે !
મેં કહ્યું કે, વજૂદ હું છું ને
તેં કહ્યું કે,ફકત અરીસા છે !
જે સળંગાય છે ને તૂટે છે
તે એક્કેક કરચ અરીસા છે !
ભરત ભટ્ટ