વહાલા બાળકો હવે તમને આગળ આવું પડશે!
આ કોરોનાની જંગ જીતવા સિપાહી બનવું પડશે!
નથી આની દવા, નથી આની રસી, સર્વેને,
માત્ર ઘરમાંજ રહેવું માત્ર ઈલાજ, સમજાવવું પડશે !
આ સમય બહાદુરી બતાવવાનો નહીં,
ઘરમાં રહી પ્રાર્થના કરવાનો છે એ કહેવું પડશે !
મમ્મી, પપ્પા, આપણા બધા પાડોશીઓને
ઘરમાં રહેવા સમજાવવાનું પગલું ભરવુ પડશે !
ડોક્ટરો,પોલીસ, સફાઈકર્મચારીની તકલીફ
એક કોરા પત્તા ઉપર દોરી દર્શાવવું પડશે !
આ જંગ આપણે જીતી જશુ, આફતથી બચી જશુ !
આવી હિમ્મત , આવી આશાનું બીજ વાવવું પડશે !
આ સમય ઉગ્ર થવાનો, ગુસ્સે થવાનો નહીં, પરંતુ
પ્રિય દેશ માટે આટલું સંયમ જાળવવું પડશે !
એક શિક્ષક તરીકે, મારી તમને એક વિંનતી છે
બાળકો, હવે તમને જ આ જંગનું નેતૃત્વ સંભાળવું પડશે !
– બુરહાન