ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે
એ તારા સ્મરણની અસરમાં રહે છે
તને શોધવાની છે કોશિષ નકામી,
સમય છે તું, આઠે પ્રહરમાં રહે છે
ખરું સ્થાન તારું તને ક્યાં ખબર છે!
ધજા,હર શિખરની પ્રખરમાં રહે છે
શ્વસું છું તને હું, એ શ્વાસોની ચર્ચા
સુગંધિત હવાની લહરમાં રહે છે
ગુજારેલ રાતોની વાતો ન પૂછો,
કહે ઓશિકું શી કસરમાં રહે છે ,
સતત કોણ આવી કિનારા પલાળે !
કાં ભીનાશ આવી ખબરમાં રહે છે?
~ પૂર્ણિમા ભટ્ટ