ગઈ રાતે
હનુમાનજી આવ્યા
સપનામાં….
ગદા મૂકી
બાજુ પર…
ભગવાન રામ સામે
જોડેલ હાથમુદ્રામાં
બેઠા હોય તેમ બેસીને
બોલ્યા કરગરતા..
“વત્સ,
સવારથી જ
ઊજવાશે
મારો બર્થ ડે
વોટ્સએપ અને ફેસબક પર…
હું થાકી જઈશ- તૂટી જઈશ
એક વૉલ પરથી બીજી વૉલ પર,
એક ઍકાઉન્ટ પરથી બીજા ઍકાઉન્ટ પર….
ઠેકડા મારી મારીને……
પ્લીઝ..!!
કહી દે લોકોને…
મને લેવા દે શ્વાસ….
તારી પાસે મારી એક જ આશ…”
હાય રે !!!!
હું આજે જ
જાગ્યો મોડો (ફટ્ટ છે મને)…
ત્યાં સુધીમાં
કેટલાય કૂદકા
લગાવી ચૂક્યા’તા
હનુમાનજી.
~ મુકેશ દવે