ગઝલ
એક ઘર ત્યાં વસાવી દીધું,
ગામનું નામ આપી દીધું.
ગમ ને આનંદ ભેગા થયા,
એક અખબારે છાપી દીધું.
આવ્વાનું તો નક્કી નથી,
ને નગરને સજાવી દીધું.
નામ દુશ્મનનું ઊગ્યું નહિં,
પાલઘરમાં જતાવી દીધું.
ટેવ આપે સુધારી દીધી?
શેર મેં તો સુધારી દીધું.
સિદ્દીકભરૂચી