અટકી ગઇ છે ઘટમાળ બધાની ..ઘરમાં પુરાયા છે સહુ.
કામ વગર સહુ થાક્યા ઘરે પણ..ગૃહિણીના કામ વધ્યા બહુ.
સવાર પડે ત્યાં ચારે બાજુ કામ જ કામ દેખાય.
Breakfast માં આજે શુ બનાવું હું…એને ના રોજ સમજાય.
ફાફડા ,ગાંઠિયા ને Biscuits ગાયબ છે માર્કેટમાં આજે સાવ.?
કેમ કહું..વાલમને આજે ફકત તું ચાય થી કામ ચલાવ.?
ઈડલી,પોહા,ને ઉપમા બનાવીને વાસણના ઢગલા બહુ થાય.?
Sinkને ખાલી કરવામાં મારો કેટલો સમય ખર્ચાય.
Lunchના menu નો કરું વિચાર ત્યાં Machine ની બૂમો સંભળાય.
Washing machine માંથી થોડા થયા free..રોટલીનો તવો મુકાય.
કઠોળ બનાવ્યુ ગ્રેવી નાખીને..શાકની ગરજ છે પુરાઇ.
કેટલાય કામો બાકી છે કરવાના…આવતી નથી ઘરે બાઈ.
સાજન કહે આજે કચરા ને પોતામાં લાવ હું મદદ કરાવું.
ખૂણે ને ખાચરે પહોંચ્યું નહીં ઝાડુ..કેમ કરી એને જણાવું.
માંડ માંડ પરવારી ઘરના કામથી ત્યાં ચાય ની ડિમાન્ડ આવે.
Kitchenમાં આવી ખાંખાખોળા કરી ડબ્બા બધા ઉથલાવે.
Dinner માં આજે શુ બનશે એ તો.. વર્ષોની છે રામાયણ.
ઓછી વસ્તુમાં સારું બનાવવાની કેટલી કરવી મથામણ..
માંડ પતાવીને Dinner જોયું ત્યાં..Sinkમાં વાસણ ઉભરાયા.
એક ક્ષણ લાગ્યું કે..વાસણની સાથે બચ્ચા એના ઉમેરાયા..
ચીનાઓને દઈને મણ મણની ગાળો…દિવસ પૂરા મારા થાય.
કહો મોદીજી અમારા માનમાં ય તાળી સમારંભ યોજાય?
રચના… Ayaant