દેશ પ્રત્યેના આપણા અધિકારને ઉજવીએ,
ચાલો મિત્રો ચૂંટણીના તહેવારને ઉજવીએ.
લોકશાહીના યજ્ઞમાં જોડાઓ હોંશે હોંશે,
મત આપી એકસૂત્રથી બંધાઓ હોંશે હોંશે,
દરેક પક્ષના લોકોના પ્રતિકારને ઉજવીએ,
ચાલો મિત્રો ચૂંટણીના તહેવારને ઉજવીએ.
સંવિધાનના જતનને માટે ચાલો મત દઇએ,
આપણા વ્હાલા વતનને માટે ચાલો મત દઇએ,
ઘરે ઘરે જાગૃતિ લાવી સહકારને ઉજવીએ,
ચાલો મિત્રો ચૂંટણીના તહેવારને ઉજવીએ.
દેશ પ્રત્યેના આપણા અધિકારને ઉજવીએ,
ચાલો મિત્રો ચૂંટણીના તહેવારને ઉજવીએ.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’