આ ચાહતમાં જો ચા ભળી છે
બાંકળે ભીંજાતી પળ મળી છે.
ખુલી ગયાં છે દિલોના દ્વાર હવે
ગરમા ગરમ હૂંફ હવે જડી છે.
ચુસ્કી એક પછી એક ધીમી ધીમી
નયને નયનમાં વાત એક ગૂંથી છે.
ચા કટીંગ ને આ મજાની મીટીંગ
વાત આ હવે તો હકાર ભણી છે.
કડક ને મીઠી મજાની છે જીંદગી
ચાહતમાં આ ચા અમે વણી છે.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”
રાણપર
તા.ભાણવડ
જિ દેવભૂમિ દ્વારકા