હે ભૃગુશ્રેષ્ઠ ભગવાન
હવે આપો એક વરદાન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટે સ્વાભિમાન
અમૃતનાં સંતાન થઇ અમે
કીધાં વિષનાં પાન
તમે છતાંયે જગને દીધાં
અજવાળાંનાં દાન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટો સ્વાભિમાન
જય જય પરશુરામ
જામદગ્નિના પુત્રો બનીએ
બ્રહ્મતેજનાં અંશ
વિદ્યા કેરા ખોળે ખેલતા
પરશુ કેરા વંશ
જીહ્વાગ્રે મા સરસ્વતી ને
ભૂજા બનો બલવાન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટો સ્વાભિમાન
જય જય પરશુરામ
સૌમ્ય અમે સંસ્કાર સહજ
છીએ રુદ્ર તણા સંતાન
વીણાવાદિની સુર મધુરા
ઘોર ડમરુનાં ગાન
કલમ બને આ પરશુ
જ્યારે ઠોકર પર સન્માન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટો સ્વાભિમાન
જય જય પરશુરામ
ભિક્ષા માંગી સંયત રાખ્યો
અમે સદા હુંકાર
અજપાજપ રુપે ચાલે છે
શ્વાસ મહીં ૐ કાર
બ્રાહ્મણ હોવાનું ગૌરવ રહે
ના મિથ્યા અભિમાન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટો સ્વાભિમાન
જય જય પરશુરામ
વિધુત સમ તવ પરશુ ચમકે
રુપ અતિ વિકરાલ
આતતાયીજન કાંપે થરથર
પ્રગટ સ્વયમ મહાકાલ
મહાવીર, હવે વીર બને સહુ
બ્રાહ્મણ , તવ સંતાન
જ્ઞાન સહજ આ નમ્રતામાંથી
પ્રગટો સ્વાભિમાન
જય જય પરશુરામ
– તુષાર શુક્લ ?