વિચારોમાં ક્યારેક જાતને મળી લઉં છું,
લાગણીમાં ક્યારેક સંબંધ જડી લઉં છું.
આશાઓમાં ક્યારેક જાતને પાડી લઉં છું,
આભાસોમાં ક્યારેક સત્યતા ઢાળી લઉં છું.
બીજાઓમાં ક્યારેક જાતને જીવી લઉં છું,
સંસ્કારોમાં ક્યારેક માણસાઈ સીવી લઉં છું
ખોબાઓમાં ક્યારેક જાતને વીણી લઉં છું,
ઊંડાણોમાં ક્યારેક છીંછરાઈ તાણી લઉં છું.
વાર્તાઓમાં ક્યારેક જાતને નીમી લઉં છું,
મુશ્કેલીઓમાં ક્યારેક હલને ખાળી લઉં છું.
~ અમિત હિરપરા from Book “Saarthi”