જીતવા દિલને બહાના જોઇએ
શેર કહેવાને જમાના જોઇએ.
એકલું ગમવું જ કંઇ કાફી નથી.,
પણ સમજવાને દિવાના જોઇએ.
મંઝિલોને પામવા નિયત પછી,
નમ્ર બે હાથો દુવાના જોઇએ.
પૂરવા રંગો ગઝલમાં દોસ્તો,
જ્ઞાન, શબ્દોના ખજાના જોઇએ.
આંસુઓ ગમને નથી દર્શાવતા,
આંસુઓ શું ગમ વિનાના જોઇએ?
સિદ્દીકભરૂચી