સફર આ મજાની રહી છે સંગ સંગ
રસ્તા પર હર કદમ તમારી અસર છે.
સવારે સમયસર ઉઠી શકાયું ખરું
પણ છું યોગ્ય રાહે તમારી અસર છે.
ઉપવન જેવું જીવી શકાયું છે લાગે હવે
આ હર પળની સુગંધે તમારી અસર છે.
રંગ રંગ છે હવે તો સઘળાં જ શમણાં
ઉગતી હર રાતે રંગીન તમારી અસર છે.
સૂકાં આ રણને ભીંજાતી એક પળ મળી
ને છે લીલો સમયખંડ તમારી અસર છે.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”