તારી સુગંધમાં ખોવાઈ જવું છે,
તારી બાહોમાં સમાઈ જવું છે,
માત્ર તું છે
સ્વપ્નમાં,
વિચારોમાં,
સંવાદોમાં,
વાંચન સાથેના વિવાદોમાં,
તારા સતત દર્શન કરી હરખાઈ જવું છે,
સુંદર સૃષ્ટિની કલ્પના કરી છે,
આવીને જવું
ને
જઈને આવવાનું
જ્યારે બંધ થાય ત્યારે,
તારી પાંપણની વસાહતમાં ધરબાઈ જવું છે.
~હિરલ જગડ