કેમ કરીને માની લઉં કે
હા, ભૂલી જઈશ તને,
વસ્યો છે જ્યારે રોમરોમમાં,
આંખોમાં સ્વપ્ન બની,
હ્રદયમાં ધડકન બની,
મનમાં વિચાર બની,
અને હોઠો પર સ્મિત બની,
હવે તું જ કહે,
કેમ કરીને શક્ય છે તને ભૂલવું ?
તું જ કહે ,
કેમ કરીને શક્ય છે તને ભૂલવું?
~ ચેતના ભાટિયા “મન”
From Book Saarthi