કયારેક હસાવે છે
તો.. ક્યારેક રડાવે છે,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે.
ક્યારેક અપાવે છે
તો.. ક્યારેક છીનવે છે,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે.
કયારેક અમી તુ દેખાડે છે,
અને.. વિષ તુ પકડાવે છે,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે.
ક્યારેક તુ ગુલાબ બતાવે છે,
અને.. તુ કંટક ચુભાવે છે,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે .
કયારેક તુ કિનારો બતાવે છે,
તો.. પળભર માં તુ ડુબાડે છે ,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે.
હજારો ફરિયાદ કરે છે,
છતાં.. હસી ને માણે છે,
વાહ.. જિંદગી તૂ ખૂબ કમાલ કરે છે.
જાગૃતિ કૈલા
From the Book ” Avasar “