પામીને અઢળક
દેખાય છે તૃપ્તિ?
છે જો બધું જાણે
તોય ઇચ્છા વધતી.
પ્યાસ આ કેવી છે?
જીંદગી લાગે દોડતી.
પકડવા તો મથાય છે
પણ પળ તો સરકતી.
જીવાય છે કે જાય છે
ક્ષણો અહીં તો મથતી.
હોય”નીલ”તૃપ્તિની શાતા
જીંદગી તો જ લાગે ગમતી.
રચના: નિલેશ બગથરિયા “નીલ”