પોરવી હાઈકુ દ્વારે તોરણો બંધાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
નશીલી ગઝલો પ્યાલા માં પીરસાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
સોનેટ ની માળાથી ભવ્ય સ્વાગત કરાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
મહેફિલ માં પગલાં કવિરાજ નાં થાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
તમને લખવા કવિઓમાં તરવરાટ થાય છે
આજ તમારી આવવાની તૈયારીઓ થાય છે
ઢળતી સાંજના રૂડા ગરબા લેવાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
ટમટમ તારલિયા ના રાસડા રમાય છે
આજ તમારી આવવાની તૈયારીઓ થાય છે
સોના માં સુગંધ ભવાઈ થી ભળાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
દુઃખ ના આજ મરશિયા ગવાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
છપ્પા માં આખેઆખું પુરાણ સમાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
આ રાત વર્ણવા ખંડકાવ્યો રચાય છે
આજ તમારા આવવાની તૈયારીઓ થાય છે
-દેવમ સંઘવી “તત્ત્વમ્”