તું સફળ થાય ઘણો, ને હું તારાથી થોડું વધારે,
તો ચાલશે?
તારે મિત્રો હોય અઢળક, હું પણ કોઈને ખાસ બનાવું,
તો ચાલશે?
તું ઉડે ગગનમાં બેજીજક, હું પણ આકાશ એક શોધુ,
તો ચાલશે?
તારી ખુશી હોય મારી ખુશી, હું તોય સ્મિત એક જુદું ઝંખું,
તો ચાલશે?
સમાજમાં હોય તારી ઓળખ મોટી, હું મારા નાનકડા નામથી ઓળખાઉ,
તો ચાલશે?
પ્રિયલ વસોયા
From Book “Saarthi” Volume 1