13 વર્ષે જ્યારે ગુલાબીમાંથી લાલ થઈ…
છાતીથી થોડી વધુ પુખ્ત થઈ…
બાળપણથી જરા જુદી થઈ..
હા ત્યારે હું સ્ત્રી થઈ..
આંખોમાં સપના અને કાજલ આંજતી થઈ…
ઢીંગલી સાથે રમવાનું મુકી ઢીંગલી ભમતી થઈ…
નાની દુનિયામાંથી એ જરા જ્યારે ઊભી થઈ..
હા ત્યારે હું સ્ત્રી થઈ..
ભણી-ગણી-બની-ઠની કોઇકની વહુ થઈ…
મેકઅપ મુકી baby ત્યારે chef તરીકે ડ્રેસઅપ થઈ…
સુંવાળા હાથે ઘરમાં સુંગધ પાથરતી થઈ..
હા ત્યારે હું સ્ત્રી થઈ…
પાર્લરથી વધુ માર્કેટ જાતી થઈ..
પરીકથા મુકી વ્રતકથા વાંચતી થઈ..
ઉંબરે રમતી ઉંબરા પુજતી થઈ..
હા ત્યારે હું સ્ત્રી થઈ…!
હજુ ઘણુ છે પણ પળે પળે આપણા સૌની અંદર વસતી સ્ત્રીને માત્ર એક દિવસમાં વર્ણિત ના કરી શકાય….!!!
સ્ત્રી અને પુરુષ ભિન્ન છે, સ્પર્ધા ન કરતા જયારે તેઓ પોતે “પોતે” બનીને જીવશે ત્યારે આવા કોઈ દિવસની ઉજવણી નહીં કરવી પડે..કેમકે દરેક દિવસ દરેકનો છે….!!!!
~હિરલ જગડ “હીર”