સમંદર ને હતું કયા કે કિનારા પણ દગો દેશે!
ખબર નોતી સમય આવે સહારા પણ દગો દેશે.
હૃદયને આ હકીકત પર ટકાવી રાખ્યું છે મેં કે ,
આજે જેઓ તમારા છે તમારા પણ દગો દેશે.
અમાસી રાતે આ તારા ચમકવા એકલા માંડ્યા,
હતી ક્યાં જાણ ચાંદા ને સિતારા પણ દગો દેશે.
ફક્ત કાંટા નહી પણ ફૂલ થી સંભાળજો ક્યારે,
બની કાંટા મહેક્તાં ફૂલ ક્યારા પણ દગો દેશે.
તને આજે જે શ્વાસોના પનારા પર અહમ છે પણ,
જોઈને મોત શ્વાસો ના પનારા પણ દગો દેશે.
તને લાગે છે સૌ સરખાં પિનારા આ સુરાલયમાં,
અચલ જોજે સુરા સાથે પિનારા પણ દગો દેશે.
ધ્રુવ પટેલ (અચલ)