દુઃખો મળે જો સતત તો હું શું કરું?
ને ના મળે જો રાહત તો હું શું કરું?
આ જમાના સાથે કરું વફા હું પણ,
ખોટી મળે જો ચાહત તો હું શું કરું?
સ્વાર્થી સંબંધોને વહેંચી તો દઉ પણ,
નીચી મળે જો કિંમત તો હું શું કરું?
કરી લઉ હું આંખ બંધ કરી વિશ્વાસ,
જુઠી મળે જો સોબત તો હું શું કરું?
છું તૈયાર હું કહેવા વાતો મારાં દિલની,
પણ ના મળે જો અંગત તો હું શું કરું?
કાનજી ગઢવી