ત્યજો હવે દુનિયાદારી
અપનાવો સમજદારી.
વાતનું વતેસર થાય ના
કરો સંવાદ હવે જરુરી.
થૂંકવાનું ચોતરફ ન રાખો
ખાવ ભલેને પાન કપૂરી.
ગંદકી તો ચાલે થોડીક
વિચાર નાખજો ખંખેરી.
નશો તમે જીંદગીનો રાખો
બનશો ના આમ ગંજેરી.
સ્વચ્છતાના બની અનુરાગી
મનમાંથી પણ કાઢજો સંજેરી.
ને છે હવે તો વાયરસો ઘણાં
રાખજો હવે સાવચેતી ઝાઝેરી.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”