પિતા બળવાન કેસરી, ગુણી અંજના માત;
શિવના રૌદ્ર સ્વરૂપમાં , જનમ્યાં પ્રભુ હનુમાન.
બાળ વયે સૂરજ ગળ્યો, સહ્યો વજ્રનો પ્રહાર;
દેવો પાસેથી મળ્યો ,બ્રહ્મા જ્ઞાનનો સાર.
લેવા મૃત સંજીવની , ઉચક્યો દ્રોણ પહાડ;
લખન બચાવતા થયો, મારુતિ નો જયનાદ.
લંકા જેની પૂંછથી, આગમાં થઈ ખાખ;
સંસારે કપિ શ્રેષ્ઠ ની, અચલ રહેશે શાખ.
બળશાળી અતુલીત છે, બુદ્ધિ તણો ભંડાર;
સંકટમોચન નામથી, પૂજે છે સંસાર.
નવ નિધિ ને અષ્ટ સિદ્ધિઓ, જેના ચરણે દાસ;
કષ્ટ ભંજન હનુમાનજી, કરે કષ્ટનો નાશ,
આંજનેય હનુમંત ના, હૃદય મહીં શ્રી રામ;
ત્યાં જ હનુમંત વસે સદા, જ્યાં શ્રી રામનુ નામ.
હનુમાન જયંતી પર્વ નિમિત્તે આપ સર્વે ને જય શ્રી રામ