દૂરનું દેખતો આદમી ય અંધ થાય,
જ્યારે વિના પરિચય સંબંધ થાય.
લખતા લખતા બસ, એટલું લખાયું,
અઢી અક્ષરમાં ય આખો નિબંધ થાય.
પ્રભુને પણ ક્યારેક આરામ જોઈએ,
દ્વાર એટલે જ મંદિરના ય બંધ થાય.
કોઈની યાદ જ હોય છે એવી યારો,
યાદ આવે અને સુગંધ સુગંધ થાય.
ઇશ્કમાં પણ એવું કદી કદી થાય છે,
કામકાજ ચાલુ રહે, રસ્તો બંધ થાય.
કોઈ મારી યાદમાં દૂર ડૂસકાં ભરે છે,
અહીંયાં ભીનો ભીનો મારો સ્કંધ થાય.
શમા જલાવીને બેસી રહ્યો છે નટવર,
કોઈ આવે તો મહેફિલનો પ્રબંધ થાય.
~ નટવર