નથી મારી પાસે કંઈ ખાસ કે તને હવે આપુ
તુ કહે તો ચાલ તને આ મારુ મૌન આપુ
સમજદાર સમજે સઘળા છતા નથી સમજાતી
આ પ્રેમની પંચાતમા કેમ કરીને હુ ફસાણી
બે ચાર ફૂલો ગુંથ્યાતા વેણી સજાવવા કેશમા
સુકાઈને ખરી પડ્યા પાન એકમેકના ખેધમા
અનેક વાર સાદ કર્યાને મીટ માંડી બેઠા રાહો પર
સુનામી બની ફરી વળ્યા અનેક આંસુ આંખો પર,
છોડીને મોહ માયા સંન્યાસી જો થઈ જાય કાયા
મેલીને ઉધારની ઉપાધી પહેરવી ‘સાંજ’કંઠે માળા.
– નિમુ ચૌહાણ..સાંજ