કોઈ એટલે સુધી આવીને પાછું ગયું.
કે સાથે સાથે અસ્તિત્વ આખું ગયું.
માગજે હિસાબ તારા બંધ બારણા પાસે,
કોઈ કેટલી વાર આવીને પાછું ગયુ?
ન પુછાઇ શકેલા એ પ્રશ્ન ને પૂછજે,
કેટલી વાર હોઠ સુધી આવવાનું થયુ?
કોઈકે પાછું એ ગિત વિરહ નું ગાયું.
આંખો થી પછી કેમે ન રહેવાયું ગયું.
પાંજરા ને પૂછવા માત્રનો ય હક નહીં!
મનમોજીલું એક પંખી આવ્યુ, ગયુ.
કાયમ નો પછીથી ત્યાં દુષ્કાળ થઇ ગયો,
આંખથી ખરીને આખરી આંસુ ગયુ.
- હાર્દિક મકવાણા(હાર્દ)